ભારે હાલાકી:ફાફણી- વેળવા વચ્ચેનાં રોડનું કામ ધીમું, 10 વર્ષથી લોકો હેરાન, 6 ગામનાં લોકોનો મુખ્ય માર્ગ

ડોળાસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોડીનાર પંથકનાં ફાફણી અને વેળવા ગામ વચ્ચેનાં માર્ગ પર દિવસભર વાહનોની અવરજવર જોવા મળતી હોય છે. પરંતુ આ માર્ગ છેલ્લા 10 વર્ષથી બિસ્માર હોય જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રોડને સીસીરોડ બનાવવામાં આવી રહ્યો છે. તે કામગીરી પણ ધીમીગતિએ થઈ રહી હોય જે તાકીદે પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. આ રોડ વેળવા, ફાફણી, જમનવાડા, વીઠ્ઠલપુર સહિતનાં ગામોનો મુખ્ય માર્ગ છે.

2-2 મહિના તો કામ પડતુ મુકાયું
​​​​​​​સીસી રોડનું કામ ધીમીગતિએ ચાલી છે. અને જેતે કોન્ટ્રાક્ટર દ્વારા બે-બે મહિના સુધી કામ પડતુ મુકી દેવામાં આવી રહ્યું છે. અને કામ ક્યારે પુરૂ થશે તેમનો કોઈ યોગ્ય જવાબ ન મળતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તસવીર: અનિલ કાનાબાર

અન્ય સમાચારો પણ છે...