તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:કોડીનારનાં ધારાસભ્યની વિધાનસભા સત્રમાં વિવિધ પ્રશ્ને રજુઆત

કોડીનાર6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોડીનારના વિસ્તારનાં વીજ કનેક્શનમાં લોડ વધારા માટેની જે નોટિસો ખેડૂતોને આપવામા આવે છે. તે મુદ્દે ધારાસભ્ય મોહનભાઇ વાળા દ્વારા વિધાનસભા સત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોડીનારના લોકલાડીલા ધારાસભ્ય મોહનભાઇ વાળા દ્વારા ફરી એક વાર કોડીનારના સર્વાંગી વિકાસને વેગ મળે અને લોકોને પડતી હાલાકી ઓછી કરવા રજૂઆત કરી છે.

કોડીનાર વિધાનસભા વિસ્તારનાં રસ્તાઓ મુદ્દે કોડીનાર વેરાવળ હાઈવે અને કોડીનાર ઊના જવા રસ્તાની હાલત અતી બિસ્માર છે. તથા ધીમી ગતિએ ચાલી રહેલ કામ ઝડપી થાય તે માટે સરકારમાં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...