તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિક્ષેત્રના વિદ્યાર્થીઓ બેરોજગાર:છેલ્લા બે વર્ષથી રાજ્યમાં ગ્રામ સેવકની ભરતી બંધ

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વખત નિમય બદલ્યાં પરંતુ ભરતી ન થઇ

રાજ્યમાં કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને રોજગારી પુરી પાડતા અનેક વિભાગોમાં છેલ્લા ઘણા સમયથી ભરતીઓ કરવામાં આવી નથી,જેના કારણે ઘણા લાંબા સમયથી કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે, તેમજ વિવિધ માધ્યમો દ્વારા સરકાર સુધી અવાજ પહોચાડવામાં આવી રહ્યો છે,પરંતુ સરકારને જાણે કૃષિ ક્ષેત્રમાં રૂચિ ન હોય એ પ્રમાણે કૃષિ ક્ષેત્રની ભરતીઓ કરવામાં ઠાગા ઠૈયા કરી રહી હોય એવું જોવામાં આવી રહ્યું છે.

છેલ્લા પાંચ વર્ષથી કૃષિ ક્ષેત્રની ગ્રામસેવક સહિતની ભરતીઓ કરવામાં ન આવતા રજુઆત કરવામાં આવી હતી. આ અંગે ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં પંચાયત વિભાગ દ્વારા બે વાર નિયમો બદલવામાં આવ્યા પણ એકપણવાર ભરતી કરી શક્યું નહી.

અન્ય સમાચારો પણ છે...