તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:ગ્રામસેવક અને ખેતી મદદનીશની ભરતી કરો, કોડીનારના ધારાસભ્યે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો

કોડીનાર16 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા 4-5 વર્ષથી ગ્રામસેવક, ખેતી મદદનીશ જેવી અનેક કૃષિક્ષેત્રની ભરતી થઈ નથી. જેના અનુસંધાને કૃષિ વિદ્યાર્થી એક્તા સંગઠનના મુખ્ય કન્વિનર ભાવેશ સોલંકી દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે.સંગઠન દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પણ સરકાર દ્વારા કોઈ હકારાત્મક જવાબ નથી મળ્યો.

આથી કૃષિ વિદ્યાર્થી એક્તા સંગઠન દ્વારા કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળાને રજુઆત કરતાં તેમણે આ મુદ્દો વિધાનસભામા ઉઠાવતાં જણાવ્યું હતું કે, 500 થી 1000 ખેડૂતો વચ્ચે એક ગ્રામસેવક હોવો જોઈએ. એને બદલે ગ્રામસેવકની ભરતી કરાઇ નથી. 2018 ના બજેટમાં 2771 કૃષિ ભરતી કરવાની વાત કરાઇ હતી. છતાં કૃષિ વિભાગમાં ભરતી થઈ નથી. આથી ખેડૂતોના કામ જે ગતિથી થવા જોઈએ એ થતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો