તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કોડીનારનાં ખેડૂતોની જમીનમાં ગેસ લાઈન નાખવા સામે વિરોધ

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી બાબુઓ સાથે સાંઠગાઠ કરી મંજૂરી મેળવી લીધાનો આક્ષેપ

કોડીનારના છારા સરખડીના દરિયા કાંઠે એચએસસીપીએલ દ્વારા ખેડૂતોની જમીનમાં ગેસની પાઈપ લાઈન નાખવા માટેની મંજૂરી લેવામાં આવી છે. પરંતુ ખેડુતો આ વિસ્તારના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. છારા સરખડીના દરિયા કાંઠે શાપુરજી પાલોનજી ગ્રુપના સીમર પોર્ટ ખાતેથી અમરેલી જિલ્લાના લોથપુર સુધી જમીનમાં ગેલ પાઇપ લાઇન નાખવા માટે ગીરગઢડા કલેક્ટર તથા જીપીસીબી બોર્ડ અધિકારીઓની હાજરીમાં જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન ખેડૂતોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે આ ગેસ પાઈપલાઈન દરિયાકાંઠા વિસ્તારમાં પણ નાખી શકાય તેમ છે.

ઉપરાંત કોડીનાર કિસાન એકતા સમિતિના પ્રમુખ સુરપાલ બારડ જણાવ્યું હતું કે ખેડૂતોના ભોગે અને પર્યાવરણના ભોગે ગેસ લાઇનની આ લોક સુનાવણી એક નોટંકી છે. કંપની દ્વારા સરકારના અધિકારીઓને મોટી-મોટી રકમ આપીને મંજૂરી મેળવી લેવાય છે.

અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યા
આ વિસ્તારના ખેડૂતો મોટા ભાગે ઘઉંનું વાવેતર કરે છે. જેથી વધેલું વાડ પડુ ખેતરમાં બાળવામાં આવે છે. ગેસ પાઇપલાઇન નાખ્યા પછી આવું થઈ શકશે નહીં જેથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...