ક્રાઇમ:કોડીનારમાં માસ્ક ન પહેરનાર 103 વ્યક્તિ સામે કાર્યવાહી

કોડીનાર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની ઝુંબેશ, રૂપિયા 20,600નો દંડ વસુલાયો

કોરોનામાં લોકોને અનલોક 1 અને ૨ મા વ્યાપક છૂટછાટ આપ્યા બાદ કોરોના કેસ અનેક ગણો વધારો થઈ રહ્યો છે ત્યારે આ પરિસ્થિતિ માં કોડીનાર તાલુકામાં કોરોના ના સંક્રમણને રોકવા માટે કોડીનાર પી.આઈ જી.કે. ભરવાડ ની સૂચના થી માસ્ક વિના જાહેરમાં ફરતા લોકોની સામે કાર્યવાહી કરતા ટ્રાફિક જમાદાર મનુભાઈ જાદવ, જશપાલભાઈ અને દિલાવર સિંહ દ્વારા શહેરમાં રોજ સઘન માસ્ક ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. તેમાં આજેેે જાહેરમાં માસ્ક વગર ફરતા103 શખ્સો ને રૂપિયા 20,600 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા અગાઉ પણ માસ્ક વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી  તેમછતાં માસ્ક સાવભુલી ગયા હોય તેમ બેફામ ફરે છેકોરોના ને રોકવા લોકજાગૃતિ જરૂરી છે ત્યારે હવે પોલીસ દંડનું હથિયાર ઉગામી લોકોને નિયમોનું પાલન કરાવવામાં ચાલુ કર્યું છે. વાહનોમાં લોકો માસ્ક વગરના જોવા મળે છે. ત્થા  કોડીનાર વેરાવળ-ઉના જતા અમુક વાહનોમાં નિયમનો ઉલાળ્યો કરી પેસેન્જર બેસાડવામાં આવે છે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી.

અન્ય સમાચારો પણ છે...