ક્રાઇમ / કોડીનારમાં કતલખાને લઇ જવાતા પશુને બચાવ્યા, 2ની અટક કરતી પોલીસ

Police rescued an animal being taken to a slaughterhouse in Kodinar, naming 2
X
Police rescued an animal being taken to a slaughterhouse in Kodinar, naming 2

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:00 AM IST

કોડીનાર. કોડીનાર ઉના રોડ ઉપર આવેલ બાયપાસ નજીકથી પોલીસે કતલખાને લઇ જવાતાં ત્રણ પશુઓ સાથે 2 શખ્સો ઝડપી પાડયા હતા. ડોળાસા ગામ તરફથી એક વાહનમાં કતલખાને લઈ જવા માટે એક ભેંસ અને બે પાડા લઈને કોડીનાર તરફ આવી રહ્યા હોવાની બાતમી ના આધારે કોડીનાર ઉના બાયપાસ રોડ ઉપર વોચ ગોઠવી બાતમી વાળા વાહનને  રોકાવી તપાસ કરતાં ગાડીમાં એક ભેંસ અને બે પાડા મળી કુલ ત્રણ પશુઓ કુરતા પુર્વક હાલતમાં બાંધેલા મળી આવતા ગાડી ચાલક અયુબ ભીખાભાઈ ચૌહાણ અને કાદુ ભનુભાઇ વાઘેલા પાસે પશુઓની હેરાફેરી કરવા માટે લાયસન્સ કે સરકારી પરવાનગી ન હોય પોલીસ આ બંને શખ્સોને પકડી પાડી વધુ પૂછપરછ હાથ ધરતા કાદુ ભનુભાઇ વાઘેલાએ આ પશુઓ બોડીદર ગામેથી કોડીનારના રોણાજ રોડ ઉપર વાડીમાં આવેલ મહેબૂબ ભાઈ સુલતાન ભાઈ પઠાણ ના કતલખાના આપવા જતા હોવાનું જણાવતા પોલીસે અયુબ ભીખાભાઈ ચૌહાણ અને કાદુ ભનુ ભાઈ વાઘેલા અને મહેબૂબ ભાઈ સુલ્તાન ભાઈ પઠાણ વિરુદ્ધ ગુનો દાખલ કરતા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બી રામે વધુ તપાસ હાથ ધરી ત્રીજો આરોપી મહેબુબભાઇ પઠાણ ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી