કોડીનાર પંથકના ડોળાસા ગામની બીડીની સીમમાં એક શખ્સ દારૂ અને બિયરના જથ્થા સાથે ઉભો હોય પોલીસે બાતમીના આધારે વોંચ ગોઠવી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ગીર-સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી અને એસઓજી પીઆઈ એસ.એલ.વસાવા, વી.આર. સોનારાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ લખમણભાઈ મહેતા, ઈબ્રાહીમશા બાનવા, સુભાષભાઈ ચાવડા, કમલેશભાઈ પીઠીયા, મેહુલસિંહ પરમાર, નારણભાઈ ચાવડા અને કોડીનાર પોલીસે ડોળાસા ગામની બીડીની સીમમાં વોંચ ગોઠવી હતી.
અને હીરા પાચાભાઈ ચુડાસમાની અટક કરી હતી. તેમની પાસે રહેલ બાચકાની તપાસ કરતા વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી 387 બોટલ કબજે લીધી હતી. અને આ બનાવમાં દારૂ પુરો પાડનાર મનીષ બારવાળો અને પંચમૃતિ વાહન શોપ વાળા વિરૂદ્ધ કોડીનાર પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે રૂા.28,450નો મુદ્દામાલ કબજે લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.