આવેદન પત્રમાં કટાક્ષ:હવે દેશને કૃષિ પ્રધાન નહીં, ઉદ્યોગ પ્રધાન બનાવી દો

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોડીનારમાં કિસાન એક્તા સમિતીએ આવેદન પત્રમાં કટાક્ષ કર્યો

સરકારે ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના બહાર પાડી છે. અને ભોળા ખેડૂતોએ તેની સ્વિકારી લીધી. આ રીતે સરકારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મત મેળવવાનો તખ્તો તૈયાર કરી લીધો. અને કંપનીઓને દિવસે પાવર આપવા માટે સરકારે ખેડૂતોને ઉલ્લુ બનાવ્યા. આ જોતાં આ સરકાર હવે ખેડૂતોની નહીં પણ ઉદ્યોગપતિઓની છે એવું સાબિત કરી દીધું. એવો આક્ષેપ ગીર સોમનાથ જિલ્લા કિસાન એક્તા સમિતીએ કર્યો છે.

સમિતીના સુરપાલસિંહ બારડ અને અજીતસિંહ ડોડિયાએ વડાપ્રધાનને રજૂઆત કરી છેકે, આપણો દેશ કૃષિ પ્રધાન છે. જે હવે ઉદ્યોગ પ્રધાન દેશ તરીકે આપી દો. આ તકે મહેશભાઈ રામ, સુભાષભાઈ વાળા, રાહુલભાઈ સોલંકી, શનિભાઈ બારડ, જગુભાઈ મોરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ એવો રોષ પણ ઠાલવ્યો હતો કે, કોડીનારમાં 2 માસથી ડીએપી ખાતરની અછત છે. ખેડૂતોએ જ્યાં ત્યાં ભટકવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...