આવેદન:મૃતકોનાં વારસદારોને 50 હજાર નહીં રૂા. 4 લાખની સહાય આપો

કોડીનાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ સમિતી દ્વારા મામલતદારને આવેદન અપાયું

કોરોનામાં મૃત્યું પામેલા લોકોનાં પરિવારજનોને 4 લાખનું વળતર ચૂકવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.કોડીનાર કોંગ્રેસ સમિતી દ્વારા મામલતદારને આવેદન અપાયું હતું. જેમાં જણાવ્યા અનુસાર કોરોનામાં મૃત્યું પામેલા લોકોનાં વારસદારોને 50 હજારનાં બદલે 4 લાખ રૂપિયા સહાય આપવામાં આવે. આ તકે ધારાસભ્ય મોહનભાઇ વાળા, કૌશીકભાઈ ઉપાધ્યાય, રણજીતસિંહ રાઠોડ, અશ્વિનભાઈ ચુડાસમા, રમેશભાઈ ચુડાસમા, ભરતભાઈ કાતિરા, મહેશભાઈ કામળિયા, હિમતભાઈ વાઢેળ, તેમજ રાયસિંહભાઈ ઝણકાટ, શૈલેષભાઈ વાઘેલા, સુરપાલસિંહ બારડ, રણજીતસિંહ પરમાર સહિતનાં હાજર રહ્યાં હતા.

ભેંસાણમાં 242 ફોર્મ સાથે રજૂઆત
ભેંસાણ તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા 242 જેટલા ફોર્મ એકત્ર કરી મામલતદારને આવેદન આપ્યું હતું. અને મૃતકનાં વારસદારોને 4 લાખની સહાય આપવા માંગ કરી હતી. ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...