આંદોલન:કોડીનાર તાલુકામાં દારૂબંધી મુદ્દે ધારાસભ્યનું ઉપવાસ આંદોલન

કોડીનાર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંદોલનના ત્રીજા દિવસે કોલેજના વિદ્યાર્થી, મહિલાનું સમર્થન

કોડીનારમાં દારૂબંધી બાબતે ધારાસભ્ય ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. આંદોલનના ત્રીજા દિવસે કોલેજના વિદ્યાર્થી સહિત ગામડાઓની મહિલાએ ધારાસભ્યને ટેકો જાહેર કર્યો છે.શહેરમાં ચાલતાં દેશી વિદેશી દારૂના હાટડીઓ બંધ કરાવવા ધારાસભ્ય મોહનભાઈવાળા દ્વારા તંત્રને અનેક વખત લેખીત મૌખિક જાણ કરવામાં આવી હતી.

પંરતુ તંત્રના પેટનું પાણી પણ ન હલતા આખરે અલ્ટીમેટમ આપી ગાંધી જંયતિથી ધારાસભ્ય મોહનભાઈ વાળા તથા તેની ટીમ મામલતદાર ઓફીસ સામે ઉપવાસ ઉપર બેઠી હતી. જે. એસ. પરમાર કોલેજ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે. કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો તથા અધિકાર ગણ, માજી ધારાસભ્ય ધીરસિંહભાઈ બારડ પણ જોડાયા હતા. ગામડાઓ માંથી મહિલાઓએ આંદોલનને સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...