અનેક સવાલો:ઘાંટવડમાં દરોડા બાદ પણ ખનન

કોડીનાર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોડીનારનાં ઘાંટવડ વિસ્તારમાં ખનીજના દરોડા બાદ પણ અવિરત ખનન ચાલી રહ્યું છે મોટા પાયે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ગીર ઈકો ઝોન વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોની ગૌચરની જમીન પર ખનન થઇ રહ્યું છે. ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરાય છે પણ તંત્રમાં જવાબદારીઓની ફેંકાફેંકી થાય છે 10 દિવસ પહેલા ગૌચરની જમીનમાંથી કોડીનાર મામલતદારે ખનીજ ચોરી પકડી તે સમયની છે જ્યારે તારીખ 1 જુલાઈ એટલે કે તેજ સ્થળની દસ દિવસ પછી આ સ્થળે વધુ ખનન થયેલ માલુમ પડતાં તંત્રના અનેક દાવા પછી પણ ઘાંટવડ, હરમડીયા,  વિઠલપુર સુઘીના ગામોમાં  ખનીજ ચોરી થઇ રહી છે. છતાં તંત્ર દ્વારા પગલા લેવામાં ન આવતાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...