તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબુ:નાનાવાડા અને ફાંફણી ગામોમાં કોરોના કહેર, 10 દિ'માં 20 થી વધુ લોકોના મોત

ડોળાસા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય, પોલીસ તંત્ર અસરકારક પગલા લે તેવી ઉગ્ર માંગ ઉઠી

કોડીનારના નાનાવાડા અને ફાંફલી ગામોમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. બન્ને ગામોમાં 20 થી વધુ લોકોને કોરોના ભરખી ગયો છે. બજી તરફ સરકાર તરફથી કોરોના ટેસ્ટની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. નાનાવાડા ગામે છેલ્લા એક મહિનાથી કોરોનાનું સંક્રમણ શરૂ થયું હતું. આ દરમ્યાન દલીત સમાજમાં એકીસાથે 2 લોકોના મોત થતાં શોક છવાયો હતો. પરંતુ કોરોનાથી અસર વચ્ચેં બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ કોરોનાનો એવો વિસ્ફોટ થયો કે માત્ર 8 થી 10 દિવસમાં 14 લોકોના મોત નિપજ્યા હતા. એકપછી એક ટપોટપ લોકો મરવા લાગતા લોકોમાં ડર ફેલાયો હતો.

આ પરિસ્થિતીને પહોંચી વળવા લોકોમાં સ્વંયભુ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા સ્થિતી નિયત્રંણમાં આવી છે. જ્યારે શાંગાવાડી નદીને બન્ને કાંઠે બે ગામો વસે છે. જેમાં પુર્વકાઠે નાની ફાંફણી-પક્ષિમ કાઠે મોટી ફાંફણી બન્ને ગામોની સંયુક્ત ગ્રામપંચાયત છે. આ બન્ને ગામોમાં છેલ્લા 10 દિવસ દરમ્યાન 8 લોકોના મોત થયા છે. જાગૃત લોકો જણાવે છે કે હજુ પણ લોકો સાવચેતી જાળવતા નથી મરણ કે લગ્ન પ્રસંગે માણસો એકઠા થાય છે. જે ભારે ચિંતા જનક બાબત છે. આરોગ્ય ખાતુ અને પોલીસ તંત્ર આ ગામોમાં અસર કારક પગલા અપીલ કરાઈ છે. હજુ સુધી ટેસ્ટીગ પ્રક્રીયા પણ શરૂ કરવામાં નહી આવતા લોકો રામ ભરોસે.

અન્ય સમાચારો પણ છે...