તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કોડીનારનો વેળવા-વિઠ્ઠલપુર રોડ 5 વર્ષથી બિસ્માર, આજુબાજુમાં આવેલા 6 ગામના લોકો પરેશાન, નવો રોડ બનાવવા માંગ

કોડીનાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોડીનાર તાલુકાના વેળવાથી વિઠ્ઠલપુર સુધીનો રોડ છેલ્લા પાંચ વર્ષથી તદ્દન બિસ્માર હાલતમાં છે. જે નવો બનાવવા 6 ગામોના લોકો રજૂઆતો કરે છે. પણ પવડી દ્વારા કોઇજ કાર્યવાહી હાથ ધરાઇ નથી. કોડીનાર તાલુકાનો વેળવાથી વિઠ્ઠલપુરનો 9 કિમીનો રોડ છેલ્લા પાંચ વર્ષથી બિસ્માર હાલતમાં છે. જે નવો બનાવવા વેળવા, નાની ફાંફણી, મોટી ફાંફણી, જમનવાડા, આદપુકાર, ભિયાળ અને વિઠ્ઠલપુરના લોકો ભારે પરેશાન છે.

આ રોડ બિસ્માર છે. છત્તાં અહીં ટ્રાફિક રહે છે. ખાસ કરીને દૂધ વાહનો, સ્કુલ બસ, ખેતીવાડીના વાહનો ચલાવવામાં તકલીફ પડે છે. ખરાબ રોડને લીધે બસની સુવિધા પણ છીનવાઇ ગઇ છે. આ રોડ નવો બનાવવાની માંગ ઉઠતી રહે છે. પણ તંત્ર દ્વારા આ ગામોની સમસ્યા દૂર કરવા પગલાં ન લેવાતાં લોકોમાં રોષ છવાયો છે

કોડીનાર તાલુકાના 2 રોડને રૂ. 9.5 કરોડનું બજેટ ફાળવ્યું
કોડીનાર તાલુકાના 10 કીમીના બે રોડને સ્ટેટ હાઈવે રોડમાં ફેરવતું રૂ. 9.5 કરોડનું બજેટ ફાળવ્યું છે. કોડીનાર તાલુકાના વેળવાથી વિઠલપુર સુધીનો 10 કી.મી.નો સીંગલ પટ્ટી રોડ હતો જે છેલ્લા પાંચ વર્ષથી ભંગાર હાલતમાં મુકાયો છે. રાજ્ય સરકારે વિઠલપુર-વેળવા રોડ અને માલગામ-કાજ રોડને સ્ટેટ હાઈવેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ રોડનું કામ પણ હાથ ધરવામાં આવશે તેમ પી.એસ. ડોડીયાએ જણાવ્યું હતું. કોરોના અને લોકડાઉનના કારણે બન્ને રોડનું કામ વિલંબિત થયું છે. જેની લોકોને પારાવાર મુશ્કેલીઓની સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો