લોકોમાં રોષ:કોડીનાર - રોણાજ રોડ બિસ્માર, લોકોમાં અકસ્માતની સેવાતી ભિતી

કોડીનાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆત છતાં કોઈ જ કામગીરી નહીં, લોકોમાં રોષ

કોડીનારથી રોણાજ તરફ જતા માર્ગ પર દિવસભર વાહનોની અવર-જવર જોવા મળતી હોય છે. પરંતુ ઘણા સમયથી આ રોડ પર ખાડાઓ પડી ગયા હોય. આ ઉપરાંત વડનાં ઝાડનું થડ પણ નજીક હોય જેથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ અંગે મીતીયાજ ગામનાં સામાજિક કાર્યકર સુરપાલસિંહ બારડ અને લલીતભાઈ વાળાએ અનેક વખત રજૂઆતો કરી છે. છતા કોઈ જ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલીતકે આ માર્ગ પરનાં ખાડા પુરવામાં આવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...