તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કોડીનાર પોલીસે ચોરાયેલા સ્કુટર સાથે બે આરોપીને ઝડપી લીધા

કોડીનાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કુટર કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

કોડીનાર સર્વેલન્સ સ્ક્વોડના પેંટ્રોલીંગ દરમ્યાન ચોરાયેલ બાઈકને શોધી કાઢી બે આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે બાઈકનો કબ્જો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી ખોડુભાઈ સામતભાઈ વાળા પોતાની મોટરસાયકલનો હપ્તો ભરવા શો-રૂમ ખાતે ગયા હતા. દરમ્યાન શો-રૂમ આગળ પાર્ક કરેલું સ્કુટર ચોરાઈ ગયું હતું.

જેની ફરિયાદના આધારે એએસઆઈ વિજયભાઈ, હે.કો. વિપુલભાઈ તથા રમેશભાઈ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી. જે મુજબ આરોપી રોહિત મસરીભાઈ કછોટ રહે.સીંધાજ વાળો લઈને જતો જોવા મળ્યો હતો. પોલીસે રોહિત મસરીભાઈ કછોટ રહે. સીંધાજ તથા રોહિત અરજણભાઈ સોલંકી બન્ને આરોપીને ઝડપી પાડી સ્કુટર નં. જીજે-32-એમ-4604 કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...