તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ત્રણ મહિનાથી ફરાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી લેતી કોડીનાર પોલીસ

કોડીનાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર આરોપીને શોધી કાઢ્યો
 • પોલીસે આરોપીનો કબ્જો લઈ વધુ આગળની કાર્યવાહી હાથ ધરી

કોડીનારનો અપહરના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ચારેક મહિના પહેલા સગીરાને ભગાડી નાસી છુટ્યો હતો. જેને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ, કોડીનારમાં પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 3,ડિસેમ્બર, 2020ના રોજ આરોપી દિલશાહ રફીક મન્સુરી રહે. કોડીનાર વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો.

જેમાં એક સગીર વયની યુવતીને લગનની લાલચ આપી બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. જેની તપાસ કોડીનાર પોલીસે હાથ ધરતા ત્રણ મહિના સુધી કોઈ ભાળ મળી ન હતી. જેને શોધી કાઢવા મુંબઈ તથા સુરત પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. ત્યરબાદ નવી દિલ્હી ખાતે આરોપી હોવાની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં કોડીનારના પીઆઈ એસ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.આર.ડાંગર,એએસઆઈ ઉપેન્દ્રભાઈ રામજીભાઈ તથા હે.કોન્સ શીવભદ્રસિંહ સહિતના સ્ટાફે દિલ્હીના સીતાપુરી,ઉતમનગર, નવી દિલ્હી ખાતે હોવાનું જણાતા શોધી કાઢ્યો હતો. આરોપીને ઝડપી પાડી કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો