કાર્યવાહી:કોડીનાર પોલીસે 58 શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લીધા

કોડીનાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નશાખોરોને એક રાત તો જેલમાં જ વિતાવવી પડી

કોડીનાર પોલીસે થર્ટી ફર્સ્ટની રાત્રીનાં સઘન ચેકીંગ હાથ ધર્યું હતું અને 58 શખ્સને પીધેલી હાલતમાં ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ થર્ટી ફર્સ્ટના ઉજવણીને ધ્યાને લઈ પીઆઈ એસ.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડાંગર સહિતનો સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી ઉના બાયપાસ નજીક અને કોટડા રોડ ઉપર મોડીરાત્રીના ચેકિંગ હાથ ધર્યું હતું.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરી દારૂનો નશો કરીને આવતા વાહન ચાલકોને ઝડપી લીધા હતા. અને અલગ અલગ વિસ્તારમાંથી 58 જેટલા શખ્સ નશાની હાલતમાં હોય તેમને જેલ હવાલે કર્યા હતા. અને એક રાત જેલમાં જ વિતાવવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...