પોલિટીકલ:દારૂ-જુગાર બંધ કરાવો કહી કોડીનાર ધારાસભ્યના ધરણા

કોડીનાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી જયંતિ સુધીમાં હાટડા બંધ કરાવવા ચીમકી આપી તી

કોડીનાર શહેર તથા તાલુકામાં ગાંધી જયંતિ સુધીમાં દારૂની ભઠ્ઠીઓ અને જુગારના હાટડા બંધ કરાવવાની ચીમકી કોડીનારના ધારાસભ્યે આપી હતી. અને એ બંધ ન કરાતાં આજે તેઓ ધરણા પર બેઠા હતા.કોડીનારના કોંગી ધારાસભ્ય મોહનભાઈ વાળા આજે મામલતદાર કચેરી સામે ધરણા પર બેઠા હતા.

તેમણે 2 ઓક્ટોબર એટલેકે ગાંધી જયંતિ સુધીમાં દારૂ-જુગાર બંધ કરાવવા આપેલી ચીમકીનો અમલ ન થયાનો તેમણે આક્ષેપ કર્યો હતો. દરમ્યાન પોલીસે પગલાં લેવાને બદલે ધારાસભ્યના મનામણા કરવા તેમની ઓફિસના ચક્કર ચાલુ કર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. કોડીનાર શહેરમાં દક્ષિણામૂર્તિ વિસ્તારમાં બાલમંદિરથી લઈને કોલેજ સુધીના વિદ્યાલયો આવેલા છે. 8 થી 10 હજાર બાળકો અભ્યાસ અર્થે આવ-જા કરે છે. ત્યાંજ દેશી દારૂ બનાવવાનાં કારખાનાં ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...