તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરરિતી:ડોળાસાના જંત્રાખડીમાં આંગણવાડીમાં વર્કરની ભરતીમાં ગેરરિતી બહાર આવી

ડોળાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક લેવલે રજૂઆતો બાદ ન્યાય ન મળતા મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો
 • મેરિટ લીસ્ટમાં પ્રથમ ક્રમાંક હોવા છતાં ગેરલાયક ઠેરવતા અરજદારે રજુઆત કરી

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના મુખ્ય આંગણવાડી સંચાલીકાનું અવસાન થતા આ જગ્યા ખાલી પડી હતી. તે જગ્યા ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેરીટ લીસ્ટ મુજબ ભરતી કરવાની હતી. પરંતું તેમા ગેરરીતી આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે મામલો પ્રથમ જિલ્લા મેજીસ્ટ્રેટ ત્યારબાગ ગુજરાત હાઈકોર્ટમાં પહોચ્યો છે. ડોળાસા તાલુકાના જંત્રાખડી આંગણવાડીમાં જગ્યા ખાલી પડતા તેની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવતા તેમાં મેરીટ પ્રમાણે ભરતી થવાની હતી.

જેમાં મેરીટ લીસ્ટ મુજબ પ્રથમ ક્રમાંકે મોનીકાબેન અજીતભાઈ પરમાર આવ્યા હતા. જેમનો મેરીટ સ્કોર 68.10 મેળવ્યો હતો. જેમાં મેરીટ લીસ્ટ મુજબના ઉમેદવારોને નિમણુંક આપતા પહેલા ચકાસણી અર્થે ટોલીફોનીક રીતે બોલાવવામાં આવેલ અને પ્રમાણપત્ર ચકાસણી પછી મૌખીક રીતે મેરીટમાં ઉચ્ચ નંબર ઘરાવતા દાવેદારોને ખોટા બહાનાઓ બતાવી નિમણુંકને પાત્ર નહીં હોવાનું જણાવવામાં આવેલું હતું.

જ્યારે મેરિટ લીસ્ટમાં પ્રથમ અને નિમણુંકને પાત્ર હોવા છતાં ક્યાં કારણોસર ગેરલાયક ઠરીયે છીએ તેની નોંધ કે રીમાર્ક માંગવા છતાં કોઈ જવાબ સુધા મળ્યો ન હતો. જેના કારણે મોનીકાબહેને પ્રથમ જિલ્લા મેજી. વેરાવળ, જીલ્લા વિકાસ અધીકારીને રજૂઆત કરી હતી. બાદમાં આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા ચકચાર જાગી છે.

ભરતીની ઓનલાઈન પ્રક્રિયામાં ગેરેરિતીનો આક્ષેપ
ભરતીની પ્રક્રિયાઓમાં પારદર્શકતા લાવવા અને લાયકાત ધરાવતાઓને નિમણુંક આપવા માટે ઓનલાઈન સીસ્ટમ દાખલ કરવામાં આવેલ છે. છતાં પણ ભરતી પ્રક્રિયામાં ગેરરીતી કઈ રીતે થઈ તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો