ધરતીપુત્રો ચિંતામાં:ગીર પંથકમાં નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ, ઉત્પાદન ઘટશે

કોડીનાર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવા પણ કામ કરતી નથી, ધરતીપુત્રો ચિંતામાં મુકાયા

શિયાળાની સિઝન શરૂ થતાની સાથે જ બાગાયતી પાક નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. અને આ પાકને બચાવવા માટે ગીરનાં ખેડૂતો છેલ્લા બે વર્ષથી મહેનત કરી રહ્યાં છે. રાસાયણિક અને ઓર્ગેનિક દવા ઓના છંટકાવ ની સાથે અનેક પ્રયોગો કર્યા પણ સફેદ માખીના ઉપદ્રવ થી છુટકારો મળતો નથી.

જોકે ચોમાસા દરમિયાન આ માખીનો ઉપદ્રવ ઓછો હોય છે એટલે ખેડૂતોને થોડી ઓછી ચિંતા થાય છે. પરંતુ જેવું ચોમાસાએ વિદાય લીધી અને શિયાળની ઋતુનું આગમન થતા ઋતુ પરિવર્તનના કારણે ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ખુદ કૃષિ નિષ્ણાત પણ કહી રહ્યા છે કે છેલ્લા એકદ માસથી ફરી એકવાર સફેદ માખીનું નાળિયેર ના પાક પર આક્રમણ થયું છે. જેનાથી ખેડૂતોને મોટો ફટકો પડી રહ્યો છે. એક અંદાજ મુજબ ખેડૂતોને નાળિયેરના ઉત્પાદનમાં 50 ટકા જેટલો કાંપ પડ્યો છે. કૃષિ વિભાગ દ્વારા યોગ્ય સંશોધન કરી આ રોગમાંથી ખેડૂતોને મુક્તિ આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...