તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માછીમાર અગ્રણીનો આક્ષેપ:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું યોગ્ય સારવારના અભાવે મોત, કહ્યું, ‘જમવાનું સરખું ન આપવાથી બીમાર પડે છે, હજુ 20 છે તેમને પાછા લાવો’

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોડીનારના નાના વાડામાં મૃતદેહ આવી પહોંચ્યો

કોડીનાર તાલુકાના નાનાવાડા ગામનાં માછીમાર રમેશભાઈ ટાભાભાઇ સોસા (ઉ. 42) નું પાક જેલમાં મોત થયા બાદ તેનો મૃતદેહ ગઇકાલે મોડી સાંજે વતન નાનાવાડા આવી પહોંચ્યો હતો. મૃતક પાકિસ્તાનની લાડી જેલમાં બંધ હતા. રમેશભાઈ જેલમાં બિમાર પડતાં તેમને જેલમાંજ સામાન્ય દવાઓ આપવામાં આવી હતી. અને તબિયત વધુ કથળતા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. આખરે તા. 26 માર્ચ 2021 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારમા બે દિકરા એક દિકરી અને રમેશભાઇના બહેન છે.

હજુ 20 લોકો પાકિસ્તાન છે
કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના 20 લોકો પાકિસ્તાનની જેલમાં સબડે છે. તેને છોડાવવા ગામની મહિલાઓ દ્વારા ભારત સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. આ તકે કોડીનાર સમુદ્ર શ્રમીક સુરક્ષા સંઘના પ્રમુખ બાલુભાઇ સોસાએ જણાવ્યું હતું કે, ભારતિય માછીમારોને પાક. જેલમાં પૌષ્ટિક આહાર પણ મળતો નથી. આથી તેઓ બીમાર થાય છે. અને યોગ્ય સારવારના અભાવે તેઓનું મૃત્યુ પણ થાય છે. વળી ભારતિય માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચવામાં પણ ખાસ્સો સમય લાગી જાય છે. આ સ્થિતી બંધ થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...