તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી માટે વિશેષ આયોજન:કોડીનારનાં વિઠ્ઠલપુરમાં ઓટોમેટિક ,સેન્સરથી લોકોને પાણી વિતરણ થશે

કોડીનાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામને 24 કલાક પાણી આપવા આયોજન, પરિવારને 500 લિટર સુધી પાણીનો કોઇ ચાર્જ નહીં, પાણીની ભવિષ્યમાં તકલીફ ન પડે એ માટે લાઇન નંખાશે

કોડીનાર તાલુકાનું વિઠ્ઠલપુર 3 હજારની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં અત્યારે શહેરમાં હોય એવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. હવે આગામી દિવસોમાં ગામમાં પાણી માટે વિશેષ આયોજનો કરાઇ રહ્યા છે. આ અંગે ગામના સરપંચ પ્રતાપભાઇના કહેવા મુજબ, આગામી દિવસોમાં ગામને 24 કલાક પાણી મળશે. અને વિતરણ વ્યવસ્થા પણ ઓટોમેટિક સેન્સર આધારિત હશે. આથી તેના માટે કોઇ ઓપરેટર રાખવાની જરૂર નહીં પડે.

આ સેન્સર એવું હશે જે સંપ કે ટાંકાની ઇલેક્ટ્રિક મોટર જેટલું પાણી જોઇશે એટલું પાણી ઉપાડશે. અને પછી ઓટોમેટિક બંધ થઇ જશે. જેવું પાણીનું લેવલ ઘટે એટલે મોટર આપમેળે ચાલુ થઇ જશે. આથી પાણીનો બગાડ અટકશે. આ ગિર-સોમનાથ જિલ્લાનું પ્રથમ એવું ગામ બનશે જે નવિન ટેક્નોલોજીથી પાણી વિતરણ કરશે.

દરેક ઘરમાં પાણીનું મીટર લગાવવામાં આવશે. 500 લિટર સુધી પાણી પર કોઇ ચાર્જ નહીં લેવાય. અને તેનાથી વધુ વપરાશ પર વધારાનું બિલ મળશે. જેથી પાણીનો સુધી પાણીની નવી લાઇન પણ નાખવામાં આવશે એમ પણ સરપંચનું કહેવું છે.વપરાશ જરૂરિયાત મુજબનો રહેશે. પાણીની ભવિષ્યમાં તકલીફ ન પડે એ માટે આદપોકારથી જામવાળા પાણીની લાઇન પણ નાંખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો