તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કોડીનારના પાવટીમાં પતિએ જ ગળું દબાવી પત્નીને પતાવી દીધી

કોડીનાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતકના ભાઇએ દફનવિધિનો ઇનકાર કરી પીએમ કરાવડાવ્યું
  • બીમારીથી મોત થયાનું કહ્યા બાદ, પીએમમાં સામે આવી હકીકત

કોડીનાર તાલુકાના પાવટી ગામે મહિલાનું મૃત્યું બીમારીના કારણે થયું હોવાનું જાહેર થયું હતું. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા મહિલાના ભાઈએ પતિ વિરૂધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના ભીવંડીની રહેવાસી અને કોડીનાર તાલુકાના પાવટી ગામે બીજા લગ્ન કરી રહેતા હતા. મૃતક યાસમીન ઉર્ફે શબાનાબેન સિરાજ ઝહીરભાઈ પઠાણનું ગત જુલાઈ મહિનામાં શ્વાસની બીમારીના કારણે મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. ત્યારબાદ મૃતકનું પીએમ થતા રિપોર્ટમાં મૃત્યુ શ્વાસની બીમારી કારણે નહીં પરંતુ ગળું દબાવવાથી થયું હોવાનું બહાર આવ્યું હતું.

કોડીનાર પોલીસે આ અંગે મૃતક મહિલાના મહારાષ્ટ્રના ભિવંડી ખાતે રહેતા ભાઈ એજાજ પઠાણને કોડીનાર ખાતે બોલાવી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. જે બાબાતે મૃતકના ભાઈએ કોડીનાર પોલીસમાં મૃતકના પતિ વિરૂધ ફરિયાદમાં નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યાં મૃતક યાસ્મીનબેને પહેલાં લગ્નથી બે બાળકો પણ હતાં પણ તેણે બધાને પડતા મુકી પાવટીના રફીક સાથે લગ્ન કર્યા હતા. રફીક તેને અવારનવાર ત્રાસ આપતો હોવાથી યાસમીને બરોડા તેના સંબંધીને ફોન કરી તે બહુ તકલીફમાં હોવાથી તે ગમે તેમ કરીને બરોડા આવી જશે તેમ ફોનમાં જણાવ્યું હતું. એ વાતના બે કે ત્રણ દિવસમાં જ યાસમીનનું અચાનક મૃત્યુ થયું હતું.

મૃતકના ભાઈએ દફનવિધિ કરવાની ના પાડી કોડીનાર આવી યાસ્મીનની ડેડબોડી ભીવંડી ખાતે લઇ જઇ દફનવિધિ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને રફિકને પકડી પાડવા માટે વિવિધ દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...