વેરાવળ:કોડીનાર શહેરમાં ઉનાળામાં જ વીજ ધાંધિયા, લોકરોષ

કોડીનાર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોન સતત વ્યસ્ત, લોકોમાં વીજ તંત્ર સામે રોષ

વીજ ધાંધીયાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. આ અંગે યોગ્ય કરવાની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. એક બાજુ લોકડાઉન છે. અને બીજી તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. અને મોટાભાગે લોકો ઘરમાં જ  પુરાઇ રહે છે. પરંતુ વીજધાંધીયાથી કોડીનાર વાસીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. દિવસ તેમજ રાત્રીનાં સમયે ગમે ત્યારે વીજળી અચાનક ગુલ થઇ જાય છે. જયારે લોકો ફોલ્ટ વિભાગમાં ફોન કરે છે. પરંતુ સતત વ્યસ્ત આવે છેે અને ફોલ્ટ ઓફિસ પણ દુર હોવાથી લોકો ત્યાં જઇ શકતા નથી. અને ફોલ્ટ પણ લખાવી શકતા નથી. જેથી વીજતંત્ર દ્વારા ચોમાસા પહેલા પણ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે ઉનાળાની સીઝનમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. તો ચોમાસામાં કેવી સ્થિતિ થશે તે પણ એક સવાલ છે. હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા વીજ ધાંધીયાને લઇ યોગ્ય કરવામાં આવે છે કે નહીં. તેવો પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યો છે. હાલ ગરમીને લઈ લોકોને બફાવાનો વારો આવે છે.

અન્ય સમાચારો પણ છે...