તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:કોડીનારમાં નજીવી બાબતે પડોશી પરિવારજને કર્યો મહિલા પર હુમલો, ધારદાર હથીયાર વડે મહિલાને માથાના ભાગે કરી ગંભીર ઈજા

કોડીનાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોડીનાર શહેરનાં જીન પ્લોટ વિસ્તારમાં રહેતા હંસાબહેન હરેશભાઈ દમણીયા પોતાના ઘરના ફળિયામાં ઝાડુ વાળી રહ્યા હતા. તે દરમ્યાન બાજુમાં જ રહેતા તેમના પાડોશી તબરેજ અલ્લારખા અને તેના ભાઈ-બહેન તેમજ પત્ની ફળિયામાં આવી અને આ જગ્યા અમારી હોવાનું જણાવી ઝઘડો કરવા લાગ્યા અને ભૂંડી ગાળો ભાંડતા હંસાબહેને ગાળો બોલવાની ના પાડતાં અને જગ્યા અમારી હોવાનું કહેતા ઉપરોક્ત ચારેય લોકો એ ઉશ્કેરાઈ જઈ ઢીકા પાટુંનો માર મારી હુમલો કર્યો હતો.

આ દરમ્યાન તબરેજે ધારીયા જેવા હથિયાર વડે હંસાબહેનને માથાના ભાગે જમણી આંખની ઉપર ઘા મારી લોહી લુહાણ કરી આ જગ્યામાં સફાઈ કરવા કે વાળવા આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઝપાઝપીમાં હંસાબહેનનું સોનાનું મંગળસૂત્ર પડી પડી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો