તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોડીનારનાં ગિર દેવળીમાં 4 શખ્સોએ પેટમાં પાટુ મારી યુવાનની હત્યા કરી

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાળો દેવા બાબતે મામલો બિચક્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું

કોડીનાર તાલુકાના ગિર દેવળી ગામે ગાળો દેવા જેવી બાબતમાં ગામના જ ચાર શખ્સોએ એક યુવાનની વાડીએ જઇ તેને ઢીકાપાટુનો માર મારી બાદમાં પેટમાં પાટુ મારતાં તેનું મોત નિપજ્યું હતું. રોહિત વાળાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ભાવેશભાઈ, અક્ષયભાઈ અને ભરતભાઈ એમ 3 યુવાનો ગિર દેવળી ગામની સીમમાં આવેલી રોહિતભાઇની વાડીએ બેઠા હતા. એ દરમિયાન ભાવેશભાઈના મોબાઈલ ઉપર ગીરદેવળી ગામના રવિ બાલુ વાજાનો ફોન આવ્યો હતો. અને ભાવેશભાઈને ગામમાં આવવાની વાત કરી હતી. ભાવેશભાઈએ ના પાડી એવો જવાબ આપ્યો કે, કામ હોય તો અહીં વાડીએ આવ.

આથી રવિ બાલુ, સતીશ બાલુ, મનીષ કાળા અને રવિ ભુપત ચારેય શખ્સો મોટર સાયકલ પર રોહિતભાઇની વાડીએ ધસી આવ્યા હતા. સતીશ બાલુએ ભાવેશભાઈનો કાંઠલો પકડી કેમ ગાળો દેતો તો કહી તેના પેટમાં લાત મારતાં ભાવેશ નીચે પડી ગયો હતો. અને રાડારાડી કરી હતી. આથી ચારેય ડરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. જોકે, જતી વખતે મારી નાંખવાની ધમકી આપતા ગયા હતા. બીજા લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. અને ભાવેશભાઈને ઉભા કરતાં તેમણે કાંઈ જવાબ નહોતો આપ્યો. આથી 108ને બોલાવી સરકારી દવાખાને લઈ જતાં ફરજ પરના ડોક્ટરે ભાવેશભાઈને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...