તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ડોળાસામાં રાની પશુઓનો આતંક, વિજળી રાત્રે અપાય છે

ડોળાસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારે ખેતીવાડી વિજળીની દિવસે આપવા રજૂઆત કરી પરંતુ અમલવારી નહીં

કોડીનાર તાલુકાના અડવી, દેવલી અને જંગલી 66 કેવી નીચે આવતા ગામડાઓમાં ખેતી વાડીની વિજળી આજે પણ રાત્રીના સમયે જ આપવામાં આવે છે. જ્યારે સરકારે ખેત વીજળી દીવસે જ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ કોડીનાર તાલુકામાં જંગલી પશુઓની અવર-જવર મોટા પ્રમાણમાં થતી હોવાથી લોકોમાં સતત ભયમાં રહેતા જોવા મળે છે.

તાલુકાના અડવી-ડોળાસા-બોડીદર ગામની સંયુક્ત સિમમાં સંખ્યા બંધ રાની પશુઓએ ધામાં નાખ્યા છે. જંગલ ખાતા દ્વારા મારણ વગરના પાંજરા મુકવામાં આવ્યા છે. જેમાં આ પાંજરાઓમાં રાની પશુઓ આવતા નથી. આ જંગલી જાનવરો એટલા બીંદાસ્ત થઈને ફરે છે કે હવે ધોળા દિવસે પણ દેખાવા લાગ્યા છે. જ્યારે ગત અઠવાડીએ માલગામની સીમમાં બે ગાયોનું મારણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના ખેડૂતોએ વાડીએ પીયત કરવા રાત્રીના જ જવું પડે છે. કારણ કે ખેતીવાડીની વિજળી રાત્રે જ આપવામાં આવે છે. અડવી-દેવળી ગામના પાવર સ્ટેશનમાંથી ખેતીવાડીની વિજળી દીવસ દરમ્યાન આપવા માટે ઉગ્ર માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો