તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Veraval
 • Kodinar
 • From Now On, Even In Kodinar, Names Will Be Deducted From Agricultural Land On The Basis Of Notary. Despite A Circular In 2016, It Was Not Implemented In Kodinar Taluka.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:હવેથી કોડીનારમાં પણ નોટરીના આધારે ખેતીની જમીનમાંથી નામો કમી કરાશે, 2016 માં પરિપત્ર હોવા છત્તાં કોડીનાર તાલુકામાં અમલ નહોતો થતો

કોડીનાર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

2001 પહેલાં વડીલોપાર્જિત વારસાઈથી સંયુક્ત નામે આવેલી જમીનોમાંથી નામો કમી કરવા તલાટી રૂબરૂ કબૂલાત આપવામાં આવતી હતી. ત્યારબાદ 2001 પછી મામલતદાર અથવા નોટરી રૂબરૂ સોગંદનામાથી નામો કમી કરવામાં આવતા હતા. પરંતુ વર્ષ 2015 થી સંયુક્ત નામની જમીનમાંથી ફઈ, ભત્રીજા, ભાઈઓ, બહેનોના નામો કમી કરવા માટે ફરજિયાત ફારગતી દસ્તાવેજ નોંધાવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ તેમાં ખૂબ જ મુશ્કેલીઓ તથા અગવડતા ઉભી થતી હોવાથી ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા તા. 14 માર્ચ 2016 ના પરિપત્રથી સુધારો કરી આવા નામો કમી કરવા ફારગતી દસ્તાવેજ નોંધાવવાનું ફરજિયાત નથી. એમ ઠરાવાયું છે.

જેના આધારે આખા ગુજરાતમાં નોટરી રૂબરૂ સોગંદનામાંમાં કબુલાતથી નામો કમી થતા હતા. પરંતુ કોડીનાર તાલુકામાં રૂબરૂના સોગંદનામાના આધારે નોંધ દાખલ કરવામાં આવતી ન હતી. જેના લીધે માત્ર કોડીનાર તાલુકાના ખેડૂતો જ મોટી મુશ્કેલીઓ તથા હેરાનગતિનો સામનો કરતા હતા.

આથી કોડીનારના વકીલ પ્રતાપસિંહ વી. ચાવડા દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના પ્રયાસોથી હવેથી કોડીનાર તાલુકામાં પણ ગુજરાત સરકારના પરિપત્ર મુજબ રૂપિયા 300 ના સ્ટેમ્પ ઉપર નોટરી રૂબરૂ કરવામાં આવેલ સોગંદનામાના આધારે વડીલોપાર્જિત અને વારસાઇથી મળેલ જમીનોમાંથી નામો કમી કરાવવા અંગેની નોંધ દાખલ કરી મંજૂર કરવા અંગે કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો