આક્રોશ:ગેસ પાઈપ લાઈનના કામની સુનાવણીને લઈ બાવાના પિપળવા, કડોદરા, સરખડી, દેવળી ગામનાં ખેડૂતોની આક્રોશ સાથે રેલી

કોડીનાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ ગામના ધરતીપુત્રોને એકીસાથે બોલાવી સુનાવણી હાથ ધરવા માગ, આવેદન અપાયું

લોઠપુરથી છારા ગામ સુધી ભુગર્ભ ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે. જે હવે કોડીનારનાં ગામડાઓ સુધી પહોંચવામાં છે. અને જે ખેતરોમાંથી લાઈન પસાર થવાની છે. તેમને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, અલગ અલગ દિવસે ખેડૂતોને બોલાવાતા હોય જેતી આક્રોશ સાથે રેલી કાઢી મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.

આ અંગેની મળતી વિગત મુજબ અમરેલી પંથકનાં લોઠપુરથી કોડીનાર પંથકનાં છારા ગામ સુધી ભુગર્ભ ગેસ પાઈપ લાઈનની કામગીરી શરૂ છે. જો કે, હવે આ કામગીરી કોડીનારનાં બાવાના પિપળવા, કડોદરા, દેવળી, સરખડી, છારા ગામ સુધી પહોંચશે. ત્યારે જ જે તે વિભાગ દ્વારા જે તે ગામ મુજબ ખેડૂતોને બોલાવવામાં આવે છે બાદમાં સુનાવણી હાથ ધરવામાં આવે છે.

જો કે, ખેડૂતોએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. અને ખેડૂતોએ આક્રોશ પૂર્વક રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું હતું. આ તકે ખેડૂત આગેવાન અજીતસિંહ ડોડીયા, જગુભાઈ મોરી, શનિભાઈ બારડ, સુરપાલસિંહ બારડ, રણજીતસિંહ પરમાર, રાહુલભાઈ બારડ, કડોદરા, બાવાના પિપળવાનાં સરપંચ, તા.પં. વિરોધ પક્ષનાં નેતા શૈલેષભાઈ મોરી સહિતનાં હાજર રહ્યાં હતા અને કહ્યું હતું કે, આ તમામ ગામની સુનાવણી એકી સાથે રાખવામાં આવે અને તમામ વિગતો જાહેર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.

રીપોર્ટની કોપી અમને આપો : ખેડૂતો
આ અંગે ખેડૂતોએ રોષ પૂર્વક જણાવ્યું હતું કે, સુનાવણી બાદની તમામ વિગતોનો રીપોર્ટ તૈયાર કરી ખેડૂતોને આપવો જોઈએ. જેથી તેમને પુરતી માહિતી મળી શકે.

અન્ય સમાચારો પણ છે...