રજૂઆત:કોડીનારના 5 ગામના ખેડૂતોની પાક નિષ્ફળ જતા વળતરની માંગ

કોડીનારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રના વિવિધ વિભાગને લેખિત રજુઆત

અવિરત ધીમી ધારે ચાલુ રહેતા વરસાદના કારણે કોડીનાર તાબાના અરણેજ ફાચરિયા આણંદપુર પાવટી સહિત ગામોનાં ખેતરોમાં પાણીથી ભરાયેલા રહેતા હોય જેમાં ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણો ,ખાતર, દવાઓ દિવસ- રાત એક કરી સખત મહેનત કરી ઓવરેલ વાવેતરને ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયેલ છે .

જેમાં મગફળી, સોયાબીન ,અડદ, મગ, કપાસ, બાજરી જેવા પાકો ખેતરમાં જ મુરજાય ગયા હોય આટલી મહેનત છતાં પાક નિષ્ફળ જવાને કારણે કિસાનો ચિંતામાં મુકાયા હોય આવા ત્રણ ચાર વર્ષથી પાક નિષ્ફળ જતા હોય ખેડૂતોને નિષ્ફળ પાક વળતર સૂકવવા અરણેજ ગામના પઢિયાર મનુભાઈ કાનાભાઈની આગેવાની હેઠળ પાંચ ગામના ખેડૂતોએ કોડીનાર મામલતદાર, ટીડીઓ ,જિલ્લા પંચાયત ગીર- સોમનાથ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત પત્ર મોકલાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...