તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:કોડીનાર બીલેશ્વર ખાંડ ઉદ્યોગ બચાવવા ખેડૂતો આવ્યા મેદાને

કોડીનાર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોએ વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવ્યું
 • સુગર મિલની જમીન બિનખેતી કરી વહેંચણી કરતા હોવાનો આક્ષેપ

ગીર વિસ્તારના તાલાલા, ઉના અને કોડીનારના ખેડૂતોની જીવા દોરી સમાન ગણાતી શુગર મિલ લાંબા સમય થી બંધ થઈ ચૂકી છે. જેને લઈ ગીરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કોડીનાર શુગર મિલ ફરી શરૂ કરવા છેલ્લા દોઢ વર્ષ થી ખેડૂતો સરકારમાં રજુઆત કરતાની સાથે રેલીઓ કાઢી રહ્યા છે. પરંતુ કોડીનાર શુગર મિલ શરૂ થવાના બદલે તેની કરોડોની રૂપિયાની કિંમતની ગણાતી જમીન પેકી ની 5 વિઘા જમીન બિન ખેતી થઈ હોવાની અને તેને વહેંચી નાખવાની ગતિવિધિ થઈ રહી હોવાની જાણકારી ખેડૂતોને મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે.

જેમને લઈ આજે કોડીનાર શુગર મિલ થી મામલતદાર કચેરી સુધી ખેડૂતોએ વિશાળ સંખ્યામાં ભેગા મળી રેલી યોજી હતી. જેમા કોડીનાર તાલુકા ખેડુત મંડળ, કિશાન એકતા સમિતિ અને ખાંડ ઉધોગ કામદાર મંડળ સહીતના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 25 વર્ષ થી કોડીનાર શુગર મિલ પર એક જ રાજકીય પક્ષનું શાસન રહ્યું છે. જ્યારે તેની પેનલનો 5 વર્ષનો કાર્યકાળ પણ પૂર્ણ થય ચુક્યો છે. જેથી આ તમામ બોડીના સભ્યોને હટાવી સરકાર કસ્ટડીયન મૂકે અને વર્ષ 2018-2019માં શુગર મિલે અંદાજે 20 કરોડની ખોટ દર્શાવી છે, જેની તપાસ કરવામાં આવે. સાથોસાથ આરોપ લગાવ્યો છે કે સરકાર પણ શુગર મિલ શરૂ થાઈ તેવું ઇચ્છતી રહી છે. પરંતુ શુગર મિલમાં જે બોર્ડ સત્તામાં છે તે શરૂ કરવાની તરફેણમાં નથી. કોડીનાર શુગર મિલ પાસે શહેરમાં 20 વિઘા જેટલી કરોડોની કિંમતની જમીન છે. જ્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જમીન બિન ખેતી કે વહેંચાણ માટે શુગર મિલનાં સત્તાધીશો એ અમને તમામ સભાસદોની મંજૂરી લેવી જોઈએ અને ત્યારબાદ ઠરાવ કરવો જોઈએ. અને જો આમ નહિ થાય તો આગામી 11 તારીખ થી ખેડૂતો દ્વરા ઉપવાસ કરવા પણ ચીમકી ઉચ્ચારી છે.

સુગર મિલ પર કરોડોનું કરજ
કોડીનાર સુગર મિલ ધીમે ધીમે ફડચામાં અને અંદાજે રૂ.70 થી રૂ.80 કરોડનાં કરજ નીચે દબાઈ ચુકી છે. ત્યારે સુગર મિલને બેઠી કરવાને બદલે તેની જમીન બિનખેતી કરી વહેંચાણની ગતિવિધિની માહિતી ખેડૂતોને મળતા ખેડૂતો તથા આમ પ્રજામાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ત્યારે રોષ આગામી દિવસોમાં વધારે ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

કોડીનાર મામલતદાર
આ મામલે કોડીનાર મામલતદારનું કહેવું છે કે જમીન ઓનલાઈન બિનખેતી થઈ શકે છે, અને જો ખેડૂતોને મંજુર ન હોઈ તો તેનો વિરોદ્ધ નોંધવી શકે અને તે બિનખેતી થયેલી જમીન રદ કરાવવા માટે કામગીરી કરી શકે છે.

ખાંડ ઉધોગ બંધ થવાથી બેરોજગારીમાં વધારો
કોડીનાર તાબામાં ખાંડ ઉધોગ આવ્યા બાદ કોડીનાર તાલુકામાં લોકો સુખી હતાં કરોડો રૃપિયાની હેરફેર તાલુકામાં જ થતી હોય તમામ વેપાર ધંધા રોજગાર વ્યવસ્થિત ચાલતા ખાંડ ઉધોગ બંધ થવાથી તાલુકામાં બેરોજગારી વધી છે.

નવી બોડી બનાવો : ખેડૂતો
દર વર્ષે 5 લાખ ટન શેરડીનું ઉત્પાદન થતું હોય શેરડીનો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હોય વધુ વરસાદના કારણે બાજરી મગફળીમાં નુકશાનની ભીતી રહેતી હોય છે. ત્યારે હાલની બોડીની મુદત પુરી થતી હોય એટલે ઉધોગમાં જે બાકી રહ્યુ પુરૂ કરીને રહશે તેવું ખેડૂતો બોલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો