તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડુતોની દયનિય સ્થિતિ:વાવાઝોડાને 29 દિવસ વિત્યા બાદ પણ વાડી વિસ્તાર વિજળી વિહોણા

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચેલો પાક અને પશુના ચારા પાણી માટે વલખા

તાઉતે વાવાઝોડા 29દિવસ પછી પણ ગીર ગઢડા, કોડીનાર અને ઊના તાલુકાના ખેતી વાડી વિસ્તારો વીજળી વિહોણા. જેના લીધે પાક 70 ટકા સુકાયા છે. ખેડૂતો હવે પાકને બચાવવાં મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.કોડીનાર થી લય જાફરાબાદ સુધી 4 તરફ વાવાજોડાએ તબાહી જ તબાહી નોતરી છે.

જીથલા ગામના ખેડૂત ડાયાભાઈ જાદવએ જણાવ્યું હતુ કે ખેડૂતો માટે મોટી મુશ્કેલી એ છે કે વાવાજોડામાં બચેલો પાક પણ વીજળીના અભાવે ન બચી શક્યો અને પશુનો ચારો પણ નાશ પામી રહ્યો છે. એટલું જ નહિ પશુને પાણી અને ચારો ક્યાથી આપવો એ મોટો સવાલ છે. મોરવડ ગામના સરપંચ ભરતભાઇ કછોટના જણાવ્યા મુજબ આલીદર ફીડર નીચે આવેલા હરમડીયા, મોરવડ, આલીદર, જીથલા પીછવી, પીછવા ગામ સહિતના 600 પોલ ધરાસાઈ થયા છે. જેથી ખેડુતો ખેતીવાડી લાઈટ માટે હાલાકી ભોગવી રહ્યા છે.

ગ્રામ્ય અને વાડી વિસ્તારના 60 હજાર પોલ અને 11 હજાર ટ્રાસફોર્મર ધરાસાય થયા છે. અમે જ્યોતિગ્રામ શરૂ કરી દીધી છે હવે અમારો સમગ્ર ફોક્સ વાડી વિસ્તાર પર છે. લગભગ 45 હજાર પોલ ઉભા કરવાના છે. જો કે ક્યારે કામ પૂર્ણ થશે તે કહેવું હાલ અઘરું છે કારણ કે વરસાદમાં પોલ ઉભા કરવા મુશ્કેલ છે. - ના.કાર્યપાલક ઈજનેર, ઊના

અન્ય સમાચારો પણ છે...