તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક:કોડીનાર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી

કોડીનાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુભાષ ડોડિયા અને ભીખાભાઇ વાઢેળ સતત બીજી ટર્મમાં સત્તારૂઢ

કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન વાઇસ ચેરમેનનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં ફરી બોર્ડ ઓફ ડિરેક્ટરો દ્વારા બંને હોદ્દેદારોની વરણી કરવામાં આવી. ગિર સોમનાથના જિલ્લા રજીસ્ટ્રાર અભિષેક સુવાનાં અધ્યક્ષસ્થાને આજે 11 કલાકે માર્કેટિંગ યાર્ડનાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે ચેરમેન તરીકે ફરી સુભાષ ડોડિયાને રિપીટ કરાયા હતા.

જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભીખાભાઇ વાઢેળની નિમણૂંક કરાઇ હતી. કોરોનાની મહામારીને લઈને સોશ્યલ ડિસ્ટનસિંગ અને સરકારની ગાઈડલાઈન સાથે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં અન્ય કોઈ વ્યક્તિએ ફોર્મ ન ભરી વર્તમાન પ્રમુખ સુભાષ ડોડિયાને જ સર્વાનુમતે રિપીટ કર્યા હતા. તો એજ રીતે વાઇસ ચેરમેનપદે ભીખાભાઈ વાઢેળ પણ બિનહરીફ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...