તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોડીનાર તાલુકાના દેવળી ગામની મંડળી પાસેથી ઘઉંના બિયારણની ખરીદી કરી હતી. પરંતુ ઘઉં નહિ ઉગતા ખેડુતોને માઠી નુકસાની પડી હતી. વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરતા અસરગ્રસ્ત ખેડુતો દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણીનો બહિષ્કાર તથા 10માં વળતર નહીં મળે તો ખેડુત પરિવાર દ્વારા સામુહિક આત્મવિલોપનની ચીમકી આપતો પત્ર રાજ્ય બીજ નિગમને લખી જાણ કરી છે. દેવળી ગામના 50 થી 60 ખેડુતોએ સરકારી મંડળી માંથી રાજ્ય બીજ નિગમ ઘઉં બિયારણ 173 જાતની ખરીદી કરી ખેતરમાં વાવેતર કરેલ હતું.
વાવેતરના 10 દિવસ પછી પણ ઘઉં નહિ ઉગતા ખેડુતોએ મંડળીમાં ફરિયાદ કરી હતી. જેની તપાસ કરતા આ બિયારણ ઉગવા લાયક ન હોવાનો રિપોર્ટ આવતા ખેડુતોને રૂ.1,400 ચુકવવા સહમતી આપી હતી. જ્યારે ખેડુતોએ રૂ. 5,000 વળતરની માંગણી કરતા આ મામલો ગુંચવાયો હતો. એક તરફ ખેડુતો બિયારણ તથા વાવેતર સહિતના ખર્ચની રકમની માંગણી કરી રહ્યા છે. ખેડુોતોના જણાવ્યા અનુસાર બીજ નિગમના નબળા બિયારણ અને ખામીના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો સમય આવ્યો છે. જેથી 10 દિવસમાં વળતર નહિ અપાય તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.