રાહત:ડોળાસા ગ્રામ પં. એ આરોગ્યલક્ષી સાધનો વસાવ્યા

કોડીનારએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાની ડોળાસા ગ્રામ પંચાયત દ્વારા આરોગ્યલક્ષી સાધનો વસાવવામાં આવ્યા છે. ગામના સરપંચ પ્રતાપભાઇ મોરીએ આ પહેલ કરી છે. આ સાથે ડોળાસા સોમનાથ જિલ્લામાં આ પ્રકારની પ્રથમ ગ્રામ પંચાયત બની છે. ચોમાસામાં ફેલાતા મચ્છરજન્ય રોગચાળાથી બચવા આધુનિક ફોગીંગ મશીન દ્વારા હવે દરેક મહોલ્લામાં દવાનો છંટકાવ થશે. આ કોરોના મહામારી સામે લડવા તમામ આશા વર્કર બહેનોને પણ પલ્સ ઓક્સિમીટર અપાયા છે. આમ હવેથી 60 થી વધુ વયના લોકોના હૃદયના ધબકારા અને લોહીનું દબાણ આસાનીથી માપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...