તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:કોડીનારની કચેરીમાં NFSAની પેન્ડીંગ અરજીનો નિકાલ કરો

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસમાં નિકાલ નહિં તો આંદોલન

કોડીનાર મામલતદાર કચેરી ખાતે શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોની N.F.S.A.ની અરજી કે૰ટલા સમયથી પેન્ડીંગ પડી છે. જેનો નિકાલ કરવા માટે કલેક્ટરને રજુઆત કરાઈ છે. આગામી 15દિવસમાં નહિં થાઈ તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. અરજીઓ પેન્ડીંગ હોવાને લીધે લોકો સરકારની યોજનાઓનો લાભ લઈ શકતા નથી.

જેથી રાશન સહીતના લાભોથી વંચીત રહી જાય છે. આ બાબતે અરજદારને ધક્કા ખાવા પડે છે. ઉપરાંત 15 દિવસ થી 1 મહીના જેવો સમય લાગશે તેવો જવાબ આપવામાં આવે છે. જેથી આ બાબતે કોડીનાર ધારાસભ્ય મોહનભાઇ વાળા દ્વારા મામલતદાર તથા કલેક્ટર ગીર-સોમનાથને લેખીતમાં જાણ કરાઈ છે. અને પંદર દિવસમાં તમામ અરજીનો નીકાલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...