તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઘઉં-ચણાની ખરીદીનો કાંટો કોડીનારમાંજ શરૂ કરવા માંગ

કોડીનાર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અત્યારે કાંટો 20-25 કિમી દૂર હોઇ ખર્ચ વધી જાય છે

કોડીનાર તાલુકામાં ખેડૂતોને ઘઉં અને ચણા ટેકાના ભાવે વેચવા માટે 20-25 કિમી દૂર જવું પડે છે. આથી કોડીનારમાંજ કાંટાની વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.કોડીનાર તાલુકામાં ઘઉં અને ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. બીજી તરફ કોડીનાર તાલુકાના ખેડૂતોની જણસની સરકાર દ્વારા ભાવે જ્યાં ખરીદી થાય છે તેનો કાંટો કોડીનાર થી 20-25 કિલોમીટર દૂર છે.

ખેડૂતોને પોતાનો માલ વેચવા માટેનો ખર્ચ વધી જાય છે. આજે કોડીનાર તાલુકાના ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો દ્વારા કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપીને કોડીનાર તાલુકામાં ચણા અને ઘઉંના પાકનો કાંટો વહેલી તકે શરૂ કરવા કિસાન એક્તા સમિતી તેમજ ખેડૂત મંડળ દ્વારા માંગણી કરાઇ છે. ખેડૂત આગેવાન સુરપાલસિંહ બારડ, શનિભાઈ બારડ, રણજીતસિંહ પરમાર, અજીતસિંહ ડોડિયા, મહેશભાઈ રામ સહિતનાએ આવેદન આપીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો