તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ઉપરકોટમાં દેવાયત બોદરની પ્રતિમાંને સ્થાન આપવા માંગ

કોડીનાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએમ,સીએમ,પ્રવાસન મંત્રી સહિતનાને રજુઆત

રાષ્ટ્ર માટે પોતાના દીકરાનું બલિદાન આપનાર અને જૂનાગઢ(ઉપરકોટ)સાથે સંકળાયેલ ક્ષત્રિય વીર પુરૂષ આહીર દેવાયત આપા બોદરની પ્રતિમાને ઉપરકોટના કિલ્લામાં સ્થાન આપવા માટે રજૂઆત કરાઈ. બાદ કલેકટર દ્વારા પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાને મોકલી યોગ્ય કરવા જણાવાયું છે. જૂનાગઢના રા'વંશના રા'નવઘણને બચાવવા માટે પોતાના દીકરા ઉગાનું બલિદાન આપનાર દેવાયત આપાની પ્રતિમાં ઉપરકોટ કિલ્લામાં મુકવા માટે પ્રધાનમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. જે પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા નિવાસી અધિક કલેક્ટર જૂનાગઢને તબદીલ કરવામાં આવી હતી.

જૂનાગઢ કલેક્ટર દ્વારા રજુઆતને પુરાતત્વ અને સંગ્રહાલય ખાતાને મોકલી યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે. કોડીનારના ભાવેશભાઈ સોલંકી દ્વારા સંપૂર્ણ માહિતી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાને પત્ર દ્વારા રજુઆત કરી અને માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો