માંગણી:કોડીનારમાં 2 દાયકાથી લેપ્રેસી આસીસ્ટન્ટોને કાયમી કરવા માંગ

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં લેપ્રસી આસીસ્ટન્ટની ખાલી જગ્યાઓ પર પેરા મેડિકલ વર્કર તરીકે ધો. 12 અને ડીપ્લોમા એસઆઇની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની માસીક રૂ. 3000 અને નિયમોનુસાર ટીએડીએ સાથે પ્રથમ 3 વર્ષ માટે ભરતી કરાઇ હતી. જેને બાદમાં 8 વર્ષ સુધી 6-6 માસ સુધી લંબાવ્યે રાખ્યા. કોર્ટે પણ આ કર્મચારીઓને ન્યાય આપવા આદેશ આપ્યો.

પણ સરકારે નવી ભરતી કરી. જેમાં એજ જગ્યાઓ પર શૈક્ષણિક લાયકાત બદલીને એમએસડબલ્યુ કરી નાંખી. વળી જે જગ્યા માટે 3 હજાર પગાર હતો તેમાં 10 હજાર આપી બેરોજગારોની મશ્કરી કરાય છે. જૂના કર્મચારીઓને સરકારે ઠેંગો બતાવી દીધો. આખરે કંટાળી જઈ વ્યારાના રાકેશ ગલ્સરે આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છતાં પણ કોણીએ ગોળ ચોંટાડવા જેવો જવાબ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...