તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પીઆઇ સામે ખોટી ફરિયાદ થતાં તટસ્થ તપાસની માંગ

કોડીનાર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીપળીનાં સમસ્ત કારડિયા રાજપુત સમાજે આવેદન પત્ર પાઠવ્યું

જામકંડોરણામાં પીઆઇ સામે ખોટી ફરીયાદ થઇ હોય પીપળીનાં સમસ્ત કારડીયા રાજપુત સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. કોડીનારનાં પીપળી ગામના સમસ્ત કારડીયા રાજપૂત સમાજ દ્વારા મુખ્યમંત્રી,ગૃહમંત્રી સહિત વિભાગોને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમા જામકંડોરણા ગામ ના માનવભાઈ લૂણગરીયાની ફરીયાદ આધારે જામકંડોરણા પોલીસ દ્વારા બુટલેગર અનિરૂધ સિંહદોલુભા જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદ અનિરૂધસિંહ દવાખાને દાખલ થઈ પીઆઈ ગોહિલે મારમારવામા હોવાનું કહી ખોટી ફરિયાદ ઉભી કરવામાં આવે છે. આ ઘટનામાં સાચી દિશામાં તપાસ કરવાની માંગ સાથે કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...