તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાક સહાય આપવામાં સરકાર દરમિયાનગિરી કરે એવી માંગ

ડોળાસા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામમાં સરપંચ સંઘની બેઠક મળી

કોડીનાર તાલુકાના ડોળાસામાં સંત વિરા ભગતના મંદિરે તાલુકા સરપંચ સંઘની બેઠક ડોળાસાના સરપંચ પ્રતાપભાઇ મોરીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ડોળાસામાં વાવાઝોડાની સહાયના નામે મજાક કરાયા સાથે નુકસાનીનો રિસર્વે કરવા માંગ કરાઇ હતી.

સાથે વાવાઝોડાને લીધે ઉનાળુ પાક નિષ્ફળ ગયો હોઇ 7 હજારથી વધુ ખેડૂતોને સહાય ન મળી હોવા અંગે સરકાર દરમિયાનગિરી કરે એવી માંગ કરાઇ હતી. તો 15 મા નાણાંપંચની ગ્રાન્ટોમાં ગ્રામ પંચાયતે જે કામ કર્યા છે તેની ડિપોઝિટ લાંબા સમયથી પાછી નથી આપી. એ ચૂકવવાની માંગ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...