ખેડૂત વર્ગમાં ગભરાટ:ડોળાસાના માલગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું, ફફડાટ

ડોળાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ વિસ્તારમાં દિવસે વીજળી આપવા ખેડૂતોની ઉગ્ર માંગ

કોડીનાર તાલુકાના માલગામના પાદરમાં આવેલી વાડીમાં દીપડાએ આવી ચડી વાછરડીનું મારણ કરતા ખેડૂત વર્ગમાં ગભરાટ ફેલાયો છે. ડોળાસા નજીકના માલગામના ખેડૂત ભેરૂભાઈ જેશીંગભાઈ ડોડીયાની વાડી ગામને અડીને આવેલ છે. તેમના માલઢોર વાડીએ બનાવેલા વાડામાં ઢોર બંધ્યા હોય. ત્યારે સોમવારની વહેલી સવારે દીપડો આવી ચઢ્યો હતો. વાડીએ બાંધેલા ઢોરવાડામાં હુમલો કરી એક વાછરડીનું મારણ કર્યું હતું.

ગામના પાદર સુધી વન્ય પ્રાણીઓ પહોંચી જતા ખેડૂતોમાં ભારે ગભરાહટ ફેલાયો છે. હાલ માલગામની સીમમાં જંગલી જાનવરોના ટોળા પડ્યા પાર્થર્યા રહે છે. ખેડૂતોને ઘઉંના પીયતની સીઝન પણ ચાલુ છે પણ ખેતવાડીની વિજળી હજુ પણ રાત્રી દરમ્યાન જ આપવામાં આવે છે. જેના કારણે ઘઉંને પીયત કરવા ખેડૂતોને રાત્રી દરમ્યાન આખી રાત વાડીમાં રહેવું પડે છે. પરંતુ અવાનવાર વન્ય પ્રાણીઓ મારણ કરી જતા હોવાથી જાનવરોનો ખેડૂતોમાં સતત ડર રહે છે.

દરમિયાન ડોળાસા વિસ્તારમાં ત્રણ 66 કે.વી. સબ સ્ટેશન આવેલા છે. છતા પણ ખેત વીજળી રાત્રી દરમ્યાન જ અપાઈ છે. જ્યારે સરકારે ખેડૂતોની વેદના સમજી દિવસ પાળી વીજળી આપવાની જાહેરાત કરી હોવા છતા ન અપાતા ખેડૂતોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...