તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગીર પથંકમાં કેસર કેરીમાં સફેદ ફૂગના રોગથી કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો

કોડીનાર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારે વરસાદ, હવામાનમાં થતાં સતત ફેરફાર રોગ માટે જવાદાર, ખેડુતો ચિંતાતૂર

ગીરના કોડીનાર પથંકમાં મોટાભાગનાં આંબામાં જોરદાર ફ્લાવરિંગ બાદ સફેદ ફુગનો રોગ આવતા ખેડુતો ચિંતામાં મુકાયા છે. જેના કારણે તાલુકામાં આંબાના બગીચામાં સફેદ ફુગને લઈને કેસર કેરીનાં પાકને ભારે નુકશાન થવાની સંભાવના વર્તાઈ રહી છે.

ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન ટૂંકમાં આવી રહી છે. તાલાલા અને કોડીનારના વડનગર આસપાસનાં વિસ્તારોમાં કેસર કેરીનાં બગીચાઓમાં ભારે માત્રામાં ફ્લાવરિંગ થતાં ખેડૂતો ખુશખુશાલ હતા. પરંતુ ભારે કમોસમી વરસાદનો ફટકો પડયા બાદ પણ ખેડુતોને નવી આશા હતી કે આ વર્ષે ભારે માત્રામાં કેસરનું ફલાવરિંગ થતા ખેડૂતોમાં ખુશાલી હતી. પરંતુ અચાનક કેસર કેરીનાં આંબા પર સફેદ ફૂગનો રોગ આવતા મોર ખરી પડ્યા છે. તો સાથે ખાખડી પણ ભારે માત્રામાં ખરી ગયેલી જોવા મળે છે. ગીર વિસ્તારમાં સફેદ ફૂગનો રોગ આવતા ખેડૂતોમાં કકળાટ શરૂ થયો છે. ખેડુતો પોતાનો કેરીનો પાક બચાવવા બગીચાઓમાં ફૂગ નાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે.

દવાનાં છંટકાવથી રોગ અટકાવી શકાય
બાગાયત અધિકારીના જણાવ્યા પ્રમાણે દવાનાં છંટકાવથી સફેદ ફૂગનાં રોગને નાશ કરવામાં મદદ મળશે. લાંબા સમયથી ગીરમાં અતીશય અને કમૌસમી વરસાદ તથા હવામાનમાં ફેરના કારણે કેસર કેરીનાં પાકને ભારે અસર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો