પરિવાર સાથે મિલન:ગીર સોમનાથ જિલ્લાના માછીમારોને પાક. જેલમાંથી આજે મુક્તિ મળશે

કોડીનાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે વાઘા બોર્ડરે આવશે, ત્રણ દી’ બાદ પરિવાર સાથે મિલન
  • પાકિસ્તાન મરિન સિક્યુરિટીએ વર્ષ 2017/18માં સાત બોટને માછીમારો સાથે પકડી પાડી હતી

ભારતીય સમુદ્રમાં માછીમારી કરતાં ખલાસીને પાકિસ્તાન મરિન સિક્યુરીટી ગમે ત્યારે અપહરણ કરી જાય છે. ત્યારે હાલમાં વર્ષ 2017/18માં ભારતીય માછીમારોની 7 બોટોનું અપહરણ કરી પાકિસ્તાની જેલમાં કેદ કર્યાં હતા. જેમને પાક જેલમાંથી મુક્ત થતાં પરત પોતાના વતન ભારત દેશમાં લઈ આવવામાં આવશે.

આ તમામ માછીમારોને પાક મરિને પાકિસ્તાન જેલમાં ધકેલી દીધા હતા. જેમને આજે વાઘા બોર્ડર ખાતે લાવવામાં આવનાર છે. જેમાં રણવીર ઉર્ફે અર્જુન મેધા, બાબુ કરસન, નવાબંદરના ભુપત ભગવાન કોબ, નારણ પરબત નાથળ, ભાવેશ હરમડીયા, અરજણ બાબુ કોબ, રૂખડ અરજણ પાલડી, કાના ભુપત પાલડી, રણવીર બચું પાલડી, પોલા સાદુળ પાલડી, મેપા હામા છાછર, બચુ નગા પાલડી, હરેશ માયા જંત્રાખડી, પરેશ ગોવિંદ જંત્રાખડી, રવિન્દ્ર ગોવિંદ જંત્રાખડી, ભાવેશ માડણ મકવાણા, માલગામના ટાભા લુભા જંત્રાખડી, વજુ લખમણ બોડીદર, યુસુબ મુસા બોડીદર, હિમત બાબુ બોડીદર સહિતના તમામ માછીમારોને પાક જેલમુક્તિ મળશે.

આ તમામ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર, ગીરગઢડા અને ઊના તાલુકાના માછીમારો છે. જેમાં સરમણ પોરબંદર, નિઝામુદ્દીન માંગરોળ, લક્ષ્મી પ્રસાદ પોરબંદર, બાલમુકુદ પોરબંદર, નારાયણ પ્રસાદ પોરબંદર અને સત્યવતી માંગરોળની બોટો અને ખલાસી-ટંડેલનો સમાવેશ થાય છે. જે તા. 15 નવેમ્બરના રોજ વાધાબોડર અને તા. 16/17 નવેમ્બરના રોજ વેરાવળ પહોંચશે, તેમ કોડીનારનાં સમુદ્ર શ્રમિક સુરક્ષા સંઘનાં બાલુભાઇ સોચાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...