તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કોડીનાર શહેરમાં દારૂ અને ઓનલાઇન જુગારનું દુષણ

કોડીનાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એએસપીએ શહેરનાં અગ્રણીઓ સાથે બેઠક યોજી: અનેક રજુઆત

કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે ગીર સોમનાથ જિલ્લા એએસપી અને કોડીનાર તાલુકાના અગ્રણી આગેવાનોની તાલુકાની કાયદાકીય સમસ્યા અંગે બેઠક યોજવામાં આવી હતી. આ બેકઠમાં એએસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, પોલીસ અને પ્રજા સાથે મળીને કામ કરે તો કોઈ કાનૂની સમસ્યા રહે નહીં કોડીનાર તાલુકામાં પાલપુરમાં રખડતી પશુને પકડેલી માલિકો અને દંડ કરવા અને જાહેર સ્થળોએ બંધ પડેલા સીસીટીવી કેમેરા ચાલુ કરવા એએસપીએ નગરપાલિકાને તાકીદ કરી હતી.

આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરિભાઈ વિઠલાણીએ કોડીનાર શહેર અને તાલુકામાં વધેલા દારૂના દૂષણ ઉપર અંકુશ લાવવા અને ખાસ કરીને સ્કૂલ-કોલેજ વિસ્તારમાં આસપાસ વેચાતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવારજૂઆત કરી હતી. આ સિવાય શેરની સાંકડી બજારોની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા બેઠકમાં સુર ઉઠ્યો હતો. આ બેઠકમાં કોડીનારના પીઆઈ એસ. એન. ચુડાસમા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણી, નગરપાલિકા ઉપપ્રમુખ સુભાષભાઈ ડોડીયા સહિત અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...