તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:કોંગ્રેસનાં અધ્યક્ષ અમિત ચાવડા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે

કોડીનાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાન સામે તાત્કાલીક વળતર ચૂકવવા માંગ

આવેલા વાવાઝોડાના પગલે ગીર-સોમનાથ જિલ્લામાં વ્યાપક પ્રમાોમાં નુકશાન થયું છે. જેના રાજકીય આગેવાનો દ્વારા સ્થળ મૂલાકાત લેવામાં આવતી રહે છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઇ ચાવડા દ્વારા કોડીનારમાં વાવાઝોડાના પગલે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં ખેડુતોને પાકોમાં થયેલા નુકશાન અને બગાયત પાકો અને ઝાડને મોટા પાયે નુકશાન થયું છે. તે અંગે તેમજ પશુ માટેના શેડ અને ખેતીપાકો અને ઓજારો માટેના ગોડાઉનને મોટાપાયે નુકશાન થયું છે.

આ તકે કોડીનારના ધારાસભ્ય મોહનભાઇ વાળા,ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, દસાડાના ધારાસભ્ય નૌસાદભાઈ સોલંકી,સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાં જોડાયા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વીજળી અને પાણી વહેલી તકે પૂર્વવત થાય અને લોકોને જીવન જરૂરી સમસ્યા ઉકેલાય તે અંગે ખાસ માંગણી કરવામાં આવી હતી.

ભાજપના યુવા અગ્રણીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
વાવાઝોડાએ ગીર-સોમનાથ જીલ્લાના ત્રણ તાલુકામાં વ્યાપક નુકશાન કર્યું છે. જેમાં ખાસ કરીને ઊના તાલુકામાં ભારે નુકશાન થયું છે. ત્યારે ભાજપના અગ્રણીઓ ત્રણેય અસરગ્રસ્ત તાલુકાની મૂલાકાતે પહોંચ્યા હતા.
વાવાઝોડામાં નુકશાની પામેલા વિસ્તારની મૂલાકાત યુવા અગ્રણી ભાજપ રાજ્યના યુવા પાંખના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ અને ઉપ પ્રમુખ હાર્દીકસિંહ ડોડીયાએ લીધી હતી. બન્ને મહાનુભવોએ પાંચ પીપળવા ગામની મૂલાકાત લીધી હતી. અને હાર્દીકસિંહ ડોડીયાનું વતન હોય નવ નિયુક્તી બાદ વતન પધારેલા મહાનુભવોનું નરસિંહભાઈ ડોડીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં વિશાલ વોરા,જીણા બાકુ,ભાર્ગવસિંહ મોરી,સંજયસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...