​​​​​​​તંત્રની ચુપી:કોડીનારમાં ફરી દારૂના હાટડા ધમધમતા થયાની ફરિયાદ ઉઠી

કોડીનાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે આપેલી ખાત્રીના ધજિયાં ઉડાડતાં બુટલેગરો
  • તંત્રની ચુપી સામે દારૂના ધંધાર્થીઓ મલાઈ આપતા હોવાનો આક્ષેપ

કોડીનાર તાલુકા અને શહેરમાં દારૂના હાટડા બંઘ કરાવવા અગાઉ ખાતરી અપાઈ હતી. ત્યારે ફરીથી દારૂની ભઠ્ઠીઓ ઘમઘમતી થઈ હોવાની ફરિયાદ ઉઠી છે.દારૂની ભઠ્ઠી ડામવા ધારાસભ્ય મોહનભાઈ વાળા દ્વારા ગાંધી જંયતીના દિવસે ઉપવાસ આંદોલન છેડ્યું હતું. દરમ્યાન ચાર દિવસના આંદોલન પછી અહીંના પીઆઈના ચાર્જમાં રહેલા પીએસઆઇ ચુડાસમાં તથા એલસીબી પીએસઆઇ દ્વારા દારૂના હાટડા બંધ કરવાની ખાતરી આપી હતી. ત્યારે દારૂ ધંધાર્થીઓ પોલીસે આપેલી ખાતરીના ઘજીયા ઉડાડવતા જોવા મળી રહ્યા છે.

શહેરના પણાદર રોડ, ફિસમાર્કેટ, આનંદ નગર, સરગમ ચોક, જુની શાક માર્કેટ, શીંગવડા નદીના નવા પુલ પાસે તેમજ દક્ષિણામૂર્તિના શૈક્ષણિક વનવિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂની મીની ફેક્ટરીઓ ધમધમતી થઇ છે. આથી તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે. જેની આમ જનતાને ખબર છે પણ તંત્ર મૌન છે કારણ કે તંત્રને દારૂના ધંધાર્થીઓ પાસેથી મલાઈ મળતી હોવાનું જાણકારો કહી રહ્યા છે. આથી ગુજરાતમાં દારૂબંધીના નામે તગડી હપ્તા ખોરી કરતા તંત્ર સામે અને દારૂના ધંધાર્થીઓ સામે ગૃહખાતુ તાત્કાલિક અસરથી પગલાં ભરે તેવી કોડીનારના ભદ્ર સમાજની માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...