ફરિયાદ:આણંદપુર ગામ પંચાયતનો પાસવર્ડ હેક થયો હોવાની ફરિયાદ

કોડીનાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાસવર્ડ હેક થયો હોવાની જાણ થતાં ખેડૂતો નોંધણી વગર પરત ફર્યા હતા

આણંદપુર ગામ પંચાયતનો પાસવર્ડ કોઈએ હેક કર્યો હોવાની ફરિયાદ ગામ લોકોએ મામલતદાર તથા ટીડીઓને કરાઈ છે. સરકારની જાહેરાત કે મગફળીની નોંધણી 1 ઓક્ટોબરથી કરવાની આણંદપુર ગામના ખેડૂતો પંચાયત ઘરે વીસી પાસે નોંધણી કરાવવા ગયા હતા. તે સમયે ખબર પડી કે આપણા કોમ્પ્યુંટરનો પાસવર્ડ હેક થયો હોવાની જાણ થઈ હતી.

જેથી નોંધણી વગર જ ખેડૂતોને પરત ફરવું પડયું હતું. આ બાબતે ખેડૂતો દ્વારા મામલતદાર તથા ટીડીઓને લેખીતમાં ફરિયાદ કરવામાં આવી છે. જેની નકલ કૃષિ મંઞી તથા જીલ્લા ખેતીવાડી અધિકારીને મોકલાઈ છે. આ અંગે સાયબર ક્રાઈમ કરનાર વિરૂધ કાર્યવાહી કરવા માંગ કરી છે. અને જો 4 દિવસમાં ઉકેલ નહિં આવે તો ગાંધી ચીંધ્યાં માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...