તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેન્ડ ગ્રેબિંગ:19 વર્ષ પહેલાં વેચેલી જમીન પર ફરી કબ્જો કરી લીધાની ફરિયાદ

કોડીનાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોડીનારના છાછર ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

કોડીનાર તાલુકાના છાછર ગામે અનુસૂચિત જાતિના વ્યક્તિએ વેચાણ કરી આપેલી જમીન ઉપર ફરીથી બિનકાયદેસર કબજો કરી યેનકેન આ પ્રકારે જમીન પચાવી લેતા આ અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે. આ અંગે કાંતિભાઈ અરજણભાઈ પરમારે કોડીનાર પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, 19 વર્ષ પહેલાં તા. 14 ઓગષ્ટ 2002 ના રોજ તેમની માતા પૂતળીબેને પ્રતાપભાઈ લખમણભાઇ રાઠોડ પાસેથી છાછર ગામની સીમમાં આવેલી સર્વે નં. 124 પૈકી 1 ની ખેતીની જમીન 77,000 રૂપિયામાં ખરીદી હતી.

તેના દસ્તાવેજ પણ કરાવ્યા હતા. પણ સાતેક વર્ષ પહેલાં પ્રતાપે આ જમીન મારી છે અહીંથી નિકળી જાવ. નહીંતર અહીં જ મારીને દાટી દઈશ કહી એ જમીન પર ફરીથી કબ્જો કરી લીધો હતો. કાંતિભાઈએ તેને કહ્યું એ જમીન અમે તમારી પાસેથી ખરીદી છે. તો પ્રતાપ ઉશ્કેરાઈ તેને મારવા દોડ્યો હતો.

આ ઘટના બાદ અવાર-નવાર જમીન ખાલી કરવા રજૂઆત કરતાં પ્રતાપે તેમને એટ્રોસિટીના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી હતી. અને તેણે કાંતિભાઈ ઉપર કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવી પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. આથી કાંતિભાઇએ અંતે પોતાના એડવોકેટ સાથે રહી પ્રતાપ સામે કોડીનાર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ કોડીનાર પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...